પાટીદારોનું ખોડલધામ ગુજરાતમાં રાજકારણનું નવું કેન્દ્ર બની રહ્યું છે?

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ખોડલધામ પહોંચ્યા હતા.

અહીં તેમણે પત્રકારોને સંબોધતા નરેન્દ્ર મોદી સરકારનાં વિકાસકાર્યોની તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપી.

આ પૂર્વે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા.

ત્યારે સવાલ એ થાય કે શું ખોડલધામ ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકારણનું નવું કેન્દ્ર બની રહ્યું છે? કેમ રાજકીય પક્ષો માટે ખોડલધામ આટલું મહત્ત્વનું છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો