અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાની સોશિયલ મીડિયામાં કેમ ચર્ચા થઈ રહી છે?
શુક્રવારે ભારતીય મૅન્સ હૉકી ટીમે 41 વર્ષ બાદ પ્રથમ વખત ઑલિમ્પિક રમતોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
ટીમના આ સિદ્ધિને સમગ્ર દેશે વધાવી લીધી.
હૉકી ટીમના શાનદાર પ્રદર્શન બાદ PMએ દેશના ખેલજગતના સર્વોચ્ચ પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી નાખ્યું.
નોંધનીય છે કે આ પુરસ્કાર પહેલાં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તરીકે ઓળખાતું હતું.
મેજર ધ્યાનચંદને હૉકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતમાં હૉકીની રમતના ઇતિહાસના અમુક મહાન ખેલાડીઓ પૈકી એક છે.
વડા પ્રધાને આ નિર્ણય લોકલાગણીને માન આપી લીધો હોવાની વાત કરી.
નિર્ણયને ઘણા લોકોએ વધાવી લીધો જ્યારે ઘણાએ વડા પ્રધાનને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું નામ પણ બદલી નાખવાની સલાહ આપી.
જુઓ, આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો