ગુજરાત : સરદાર સરોવર ડેમ સહિત જળાશયોમાં 38.72 ટકા પાણી, જળસંકટનો ખતરો છે?
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું આવી ગયું છે પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ સામાન્ય રહી છે.
બીજી તરફ હાલમાં ગુજરાતમાં સરદાર સરોવર સિવાયનાં 206 જળાશયોમાં 36.86 ટકા પાણીનો જથ્થો છે.
જ્યારે સરદાર સરોવર ડેમમાં 41.84 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર મળીને રાજ્યમાં કુલ 207 જળાશયોમાં 38.72 ટકા જળસંગ્રહ છે.
ઉત્તર ગુજરાત અને કચ્છનાં જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
જ્યારે રાજ્યમાં ફક્ત સૌરાષ્ટ્રનાં બે જળાશયો સંપૂર્ણ ભરાયેલાં છે. તો શું ગુજરાતમાં પાણીનું સંકટ આવી શકે છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો