રાજકોટ : 'અમે માત્ર વૃક્ષારોપણ નથી કર્યું પણ પાંચ લાખથી વધુ વૃક્ષોને કાળજી રાખીને ઉછેર્યાં છે'

વીડિયો કૅપ્શન, 'અમે માત્ર વૃક્ષારોપણ નથી કર્યું પણ પાંચ લાખથી વધુ વૃક્ષોને કાળજી રાખીને ઉછેર્યાં છે'

રાજકોટની એક સંસ્થા ગુજરાતને હરિયાળું કરવા માટે પ્રયત્ન કરી રહી છે.

રાજકોટની સંસ્થાએ પાંચ લાખ વૃક્ષો વાવી અને તેનો ઉછેર કર્યો છે. પાંચ જૂન 2014થી સદ્ભાવના વૃદ્ધાશ્રમે શરૂ કરેલા વૃક્ષારોપણમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ વૃક્ષ ઉછેરીને મોટા કરી દીધા છે.

સંસ્થા દ્વારા વૃક્ષ વાવીને પછી તેની ત્રણ વર્ષ સુધી માવજત કરવામાં આવે છે. વૃક્ષને પાણી આપવાથી લઈ દવા અને ખાતર સહિતનું ધ્યાન રાખવામાં આવે છે.

તો આ વીડિયોમાં જાણો ક્યાંથી મળી આ કાર્ય માટેની પ્રેરણા અને કેવી રીતે વર્ષોથી આ મિશન ચાલુ રખાયું છે.

વીડિયો : બિપિન ટંકારિયા અને સાગર પટેલ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો