ગુજરાતમાં 'દલિત કે આદિવાસી મુખ્ય મંત્રી બને તો હું સારથિ બનીશ' : અલ્પેશ ઠાકોર
ગુજરાતમાં 2022માં આવનારી વિધાનસભા ચૂંટણીને હજી વાર છે પરંતુ રાજ્યમાં આગલા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
જ્યાં રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રીની ચર્ચા થઈ રહી છે તો ઠાકોર અને કોળી સમાજના મુખ્યમંત્રીની માગ થવાના અહેવાલ પણ આવ્યા છે.
ત્યારે કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે 'કોઈ દલિત કે આદિવાસી મુખ્યમંત્રી બને એવી મારી પણ લાગણી છે.'
વ્યસનમુક્તિ અભિયાનથી ચર્ચામાં આવેલા અલ્પેશ ઠાકોર પહેલા કૉંગ્રેસમાં જોડાયા હતા.
ત્યારબાદ તેમણે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. હાલમાં અલ્પેશ ઠાકોર મુખ્ય રાજનીતિમાં ઓછા દેખાઈ રહ્યા છે.
ત્યારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીના આગમનથી લઈને પાટીદાર સમાજના મુખ્ય મંત્રીની માગ પર વિચારો વ્યક્ત કર્યા.
આ વીડિયોમાં જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે અલ્પેશ ઠાકોરની ખાસ વાતચીત.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો