કચ્છનો એ ચારણ પરિવાર જે પશુઓ માટે બનાવે છે સેંકડો રોટલા

વીડિયો કૅપ્શન, કચ્છનો એ ચારણ પરિવાર જે પશુઓ માટે બનાવે છે સેંકડો રોટલા

કચ્છના માંડવી તાલુકાનું કાઠડા ગામ. ખોબા જેવડા આ ગામમાં રહે છે જશાભાઈ ચારણ. આમ તો જશાભાઈ સીધા-સાદા અને સામાન્ય માણસ છે પરંતુ તેમનું જે કાર્ય છે તેને મૂલવવા માટે શબ્દો ટૂંક પડે.

જશાભાઈ છેલ્લાં 25 વર્ષથી રખડતાં પ્રાણીઓનાં પેટ ભરવાનું કામ કરે છે. કહેવાય છે ને કે વ્યક્તિનું જીવન બદલવા માટે એક ક્ષણ કાફી હોય છે. જશાભાઈ સાથે પણ કંઈક આવું જ થયું.

ભૂખ્યાને રોટલો અને નિસહાયને સહારો એ જ સાચો ધર્મ. જશાભાઈએ આ વાતને જ પોતાના જીવનનો સિદ્ધાંત બનાવી લીધો છે.

વનવિભાગમાંથી નિવૃત થયેલા જશાભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય છે. પરંતુ કૂતરાઓને ખવડાવવા માટે તેમણે ક્યારેય પૈસાની ચિંતા નથી કરી.

વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો