જ્યોર્જ ફ્લૉય્ડની હત્યાને એક વર્ષ, પોલીસ રિફોર્મની ગતિ ધીમી
અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં બ્લૅક લાઇવ્સ મેટર્સ આંદોલનનો ચહેરો બનનાર જ્યોર્જ ફ્લોય્ડની હત્યાને એક વર્ષ થઈ રહ્યું છે.
જ્યોર્જ અને માર્યા ગયેલા અન્ય કાળા લોકોની યાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત મહિને જ્યોર્જના કેસમાં આરોપી પોલીસ અધિકારી ડેરેક ચાઓવિનને જ્યોર્જના મોત બદલ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. એમણે જ્યોર્જની ગરદન પર 9 મિનિટથી વધારે સમય ઘૂંટણ રાખ્યો હતો.
જ્યોર્જના પરિવારજનો આજે રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાત લેશે અને આ અંગે તેમની સાથે બેઠક કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોલીસ સુધારણાનું બિલ જલદી પાસ કરવાની અપીલ કરી છે.
શું કહે છે ચળવળકારો? જુઓ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો