Cyclone tauktae: ગુજરાતના કાંઠે કેટલી ગતિથી ટકરાશે તૌકતે વાવાઝોડું?
અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું તૌકતે ધીમે ધીમે મોટું બની રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ 10 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તૌકતે 18 તારીખે સવારે 5.30 વાગે ગુજરાત સાથે ટકરાશે. હાલમાં દરિયાકિનારાનાં રાજ્યોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.
કેરળ, ગોવા અને મહારાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં તૌકતેને લીધે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો