કોરોનામાં નરેન્દ્ર મોદીનું વારાણસી જ બેહાલ, લોકો ગુસ્સે થઈને પૂછી રહ્યા છે સવાલ

હિંદુઓ માટે પવિત્ર ગણાતા વારાણસી શહેર અને તેની આસપાસના વિસ્તારોને કોરોના મહામારીની બીજી લહેરે ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે.

આ વિસ્તારના નારાજ લોકો હવે એવો સવાલ પૂછી રહ્યા છે કે તેમના સાંસદ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જરૂરિયાતના સમયે ક્યાં છે?

વારાણસીમાં આરોગ્ય સુવિધાઓની હાલત ખૂબ ખરાબ છે.

દર્દીઓને હૉસ્પિટલમાં પથારીઓ નથી મળતી, ઓક્સિજનની અછત છે.

ઍમ્બ્યુલન્સની સેવાઓમાં મુશ્કેલીઓ આવી રહી છે. કોરોના ટેસ્ટ કરાવવામાં લોકોને અઠવાડિયા સુધી રાહ જોવી પડી રહી છે.

છેલ્લા દસ દિવસોમાં મોટા ભાગની દવાની દુકાનો પાસે વિટામિન સી, જિંક અને પેરાસિટામોલ જેવી પ્રાથમિક દવાઓનો સ્ટોક ખતમ થઈ ગયો છે.

આ વીડિયોમાં જુઓ વારાણસીના લોકો પોતાના સાંસદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શું કહી રહ્યા છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો