પારસીઓ કેમ બદલી રહ્યા છે વર્ષો જૂની અંતિમસંસ્કારની પરંપરા?
સામાન્ય રીતે પારસી સમાજમાં અંતિમસંસ્કારની વિધિ અન્ય સમાજ કરતાં અલગ હોય છે. અન્ય સમાજમાં જેમ મૃતકોને અગ્નિદાહ કે દફન કરવામાં આવે છે, તેવી વિધી પારસી સમાજમાં થતી નથી.
નવસારીના કેરસી ડેબુ જણાવે છે કે એક કૂવા જેવી જગ્યા બનાવવામાં આવે છે, જેને બધી તરફથી બંધ અને ફક્ત આકાશ તરફ ખુલ્લી રાખવામાં આવે છે.
જેમાં મૃતદેહને સુવાડવામાં આવે છે અને ત્યાં ગીધ જેવાં પક્ષીઓ તેનું ભક્ષણ કરે છે. જે વિધિને દેખમે નશીની કહેવામાં આવે છે. આ વિધી પાછળનું કારણ એ છે કે પારસીઓ અગ્નિને દેવ માની તેની પૂજા કરે છે.
એટલે માન્યતા પ્રમાણે અગ્નિ ઉપર મૃતદેહને મૂકવામાં આવતો નથી. હાલ કોરોનાની મહામારીને લઈને હવે પારસી સમાજે તેમની વર્ષો જૂની પરંપરાને બદલવી પડી રહી છે.
કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે અને તેનું પાલન કરવા પારસી સમાજ દ્વારા મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો