કોરોના વાઇરસ : પરેશ ધાનાણીએ અમરેલીમાં ઓક્સિજનની અછત વિશે શું કહ્યું?

ગુજરાતમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. કોરોના હવે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવાં શહેરોને ઓળંગીને ગામોમાં ફેલાઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાની સ્થિતિ ખરાબ છે.

સ્થાનિક ભાજપ નેતા ડૉ. ભરત કાનાબાર જિલ્લાની હાલત કોરોનામાં ખરાબ હોવાનો સ્વીકાર કર્યો હતો તો એ સાથે એમણે તંત્ર બનતા તમામ પ્રયાસો કરી રહ્યું હોવાનું પણ કહ્યું.

બીજી તરફ વિપક્ષ કૉંગ્રેસનું કહેવું છે કે ઓક્સિજનને અભાવે દરદીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

મહામારીમાં અમરેલી જિલ્લાનો અહેવાલ જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો