You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી : જયલલિતા અને કરુણાનિધિ વિનાની ચૂંટણી કઈ રીતે અલગ છે?
આ વર્ષે અન્ય રાજ્યોની સાથે તામિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. 2021ની 6, એપ્રિલે અહીં એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 2021ની બીજી, મેએ જાહેર કરવામાં આવશે.
તામિલનાડુના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકાથી બે પક્ષ-દ્રવિડ મુન્નેત્ર કડગમ (ડીએમકે) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કડગમ (એઆઈએડીએમકે) મહત્વના બની રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ જે. જયલલિતા 2016માં મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ કરુણાનિધિનું મૃત્યુ 2018માં થયું હતું.
મહત્વના આ બન્ને નેતાઓના મોત પછી રાજ્યમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સંજોગોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેશે. અહીં આ બન્ને પ્રમુખ પક્ષો સમક્ષ પોતાનું સામર્થ્ય સાબિત કરવાનો પડકાર છે.
એઆઈએડીએમકે સાથેના ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી બીજેપી માટે આ ચૂંટણી દક્ષિણ ભારતમાં પોતાનો વ્યાપ વિસ્તારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. કોંગ્રેસે આ ચૂંટણી માટે ડીએમકે સાથે હાથ મિલાવ્યા છે.
તામિલનાડુનું રાજકારણ શું છે અને કયા મુદ્દા લોકોને અસર કરી રહ્યા છે તે વિશે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે પ્રખ્યાત મરીના બીચ પર નિષ્ણાતો અને સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરી.
જુઓ વીડિયો અહેવાલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.