ઇટાલી : ગર્ભપાત બાદ ભ્રૂણને માતાનાં નામની તકતીઓ સાથે દફનાવવામાં આવતા આક્રોશ
ઇટાલીમાં કેટલીક મહિલાઓ ગુસ્સામાં છે કારણ છે કે ગર્ભપાત બાદ તેમનાં ભ્રૂણને તેમની જાણકારી વિના ધાર્મિક વિધિ કરીને કબરમાં દફનાવવામાં આવ્યાં એટલું જ નહીં આ કબર પર તેમનાં નામની તકતી પણ લગાડવામાં આવી.
આ ઘટનાને મહિલાઓ પોતાની પ્રાઇવસીનો ભંગ ગણાવે છે.
ઇટાલી 1978માં ગર્ભપાતને કાયદેસર કરવામાં આવ્યું હતું. જોકે, હજી પણ મહિલાઓને ગર્ભપાતને લઈને સંઘર્ષ કરવો પડે છે.
રોમથી બીબીસી સંવાદદાતા માર્ક લૉવેનનો આ ખાસ અહેવાલ તમને વિચલિત કરી શકે છે. શું છે મહિલાઓની સ્થિતિ જુઓ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો