સીરિયા યુદ્ધ : બશર અલ અસદ, રશિયા, અમેરિકા અને ઇસ્લામિક સંગઠનો વચ્ચેની લડાઈની કહાણી

10 વર્ષ પહેલા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના વિરોધમાં શરૂ થયેલું એક આંદોલન ભીષણ યુદ્ધમાં ફેરવાઈ ગયું અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં અહીં લાખો લોકોનાં મૃત્યુ થયાં છે. લાખો લોકો બેઘર બન્યા છે. ચારે તરફ બસ તબાહીનો જ માહોલ છે.

સીરિયાના આ સંકટની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઇજિપ્ત અને ટ્યૂનીશિયાના ‘આરબ સ્પ્રિંગ’ આંદોલનથી પ્રેરીત થઈને સીરિયાના દારા શહેરમાં કેટલાક કિશોરોએ શાળાની દીવાલો પર કેટલાંક ચિત્રો દોર્યાં.

એમણે લખ્યું હતું કે ‘ડૉક્ટર હવે તારો વારો છે.’ આ ઇશારો સીરિયાના રાષ્ટ્રપિત બશર અલ અસદ તરફ હતો.

કીશોરોએ પોતાના સ્કૂલની દિવાલ પર ચિતરામણ કર્યું...જેમાં લખાયું હતું કે ડૉક્ટર હવે તમારો વારો છે..તેમનો ઇશારો રાષ્ટ્રપતિ અલ અસદ તરફ હતો..

આ કિશોરોની ધરપકડ કરાઈ અને એના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઊતરી ગયા. એ બાદ જે થયું એ આ વીડિયો રિપોર્ટમાં દર્શાવાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો