ખેડૂત આંદોલનના 100 દિવસ : ખેડૂતો ઉનાળામાં કેવી રીતે ટકાવી રાખશે તેમનું આંદોલન?
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે ખેડૂતોએ શરૂ કરેલા આંદોલનને 100 દિવસ પૂરા થયા છે.
દિલ્હીની સિંઘુ બૉર્ડર પર 100 દિવસથી ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદાનો વિરોધ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ છતાં કોઈ ઉકેલ નથી આવ્યો.
દિલ્હીની કળકળતી ઠંડીમાં હજારો ખેડૂતો સરહદ પર ટકી રહ્યા. 26 જાન્યુઆરી ટ્રૅક્ટર રૅલી અને તેમાં થયેલી હિંસા અને વિવાદ પછી પણ ખેડૂતોનું આંદોલન દિલ્હીની સરહદ પર ચાલી રહ્યું છે.
કળકળતી ઠંડીમાં ખેડૂતો માટે અનેક પ્રકારની અસ્થાઈ સગવળો કરવામાં આવી હતી. હવે સામો ઉનાળો છે, ખેડૂતો કેવી રીતે ધમધમતા તડકા અને ગરમીનો સામનો કરશે, જુઓ શું વ્યવસ્થા કરી રહ્યા છે ખેડૂતો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
