ચીન વીગર મુસલમાનોને ‘બળજબરીપૂર્વક મજૂરી’ કરાવી રહ્યું હોવાનો ખુલાસો

બીબીસીની એક નવા રિપોર્ટમાં ચીનના વીગર મુસ્લિમો પ્રતિ એક ચોંકાવનાર નીતિ વિશે માહિતી મળી છે જે મુજબ શિનજીયાંગમાં રહેતા વીગર અને અન્ય વંશીય લધુમતી સમુદાયોને ફૅકટરીઓમાં કામ કરવા માટે ઘરથી દૂર મોકલવામાં આવી રહ્યા છે.

ચીન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી આખી વસ્તીને ત્યાંથી બહાર ખસેડી શકાય.

આ રિપોર્ટમાં આ કામદારો અને મુખ્ય ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ સાથેના જોડાણની વાત પણ જાણવા મળી છે.

ચીનનું કહેવું છે કે કામદારોને પ્રાંતથી દૂર મોકલવા એ ગ્રામીણ ગરીબી અને બેકારીને નાથવાનો રસ્તો છે. બીબીસી સંવાદદાતા જ્હોન સડવર્થનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો