મ્યાનમારમાં સૈન્યશાસન કઈ રીતે લોકો પર ગોળીબાર કરી રહ્યું છે?
મ્યાનમારમાં સૈન્યશાસન સામે વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે ત્યારે રવિવારે સુરક્ષાબળોની કડક કાર્યવાહીમાં 18 પ્રદર્શનકારીઓ માર્યા ગયા.
વિરોધપ્રદર્શનોનો આ અત્યાર સુધીનો સૌથી હિંસક દિવસ રહ્યો હોવા છતાં પ્રદર્શનકારીઓ ફરીથી મ્યાનમારના સૌથી મોટા શહેર યંગોનના રસ્તાઓ ઉપર ઊતરી ગયા છે.
પ્રદર્શનકારીઓ પાછલા મહિનાના સૈન્યબળવા સામે વિરોધમાં મક્કમ છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
વીડિયોમાં જુઓ શું થઈ રહ્યું છે મ્યાનમારમાં?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો