દિલ્હી : ખેડૂતો સિંઘુ બૉર્ડરથી ટ્રૅક્ટરો અને ઘોડાઓ સાથે દિલ્હીમાં પ્રવેશતા અફરાતફરી

ટ્રૅક્ટર રેલી લઈને નીકળેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.

ખેડૂતો ટ્રૅક્ટર રેલીને દિલ્હીમાં પહોંચી ગયા છે અને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

રેલી દરમિયાન દિલ્હીના રસ્તાઓ પર થોડી વાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આંદોલનકારી ખેડૂતો હવે દિલ્હીના લાલા કિલ્લા પાસે પણ પહોંચી ગયા છે.

તો બીજી તરફ આઈટીઓ પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ તણાવપૂર્ણ સ્થિતિ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો