સુરત મેટ્રોમાં શું હશે સુવિધાઓ અને ક્યાંથી ક્યાં જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું વીડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ભૂમિપૂજન કર્યું.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2ની લંબાઈ 28.25 કિ.મીની હશે, જેમાં બે કોરિડોર હશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નો આગળનો તબક્કો છે જે અમદાવાદ-ગાંધીનગરને જોડે છે.

સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલાં સ્ટેશનોનું નિર્માણ થવાનું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઈ રહ્યું છે અને 2023 સુધીમાં બંને રૂટનું કામ પૂર્ણ થશે એમ કહેવાય છે. જોકે, જમીન સંપાદન સહિતની કામગીરી હજી બાકી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો