હૉંગકૉંગમાંથી વિદેશમાં શરણ લેનારાઓની સંખ્યા કેમ વધી રહી છે?

હૉંગકૉંગમાં ઘણા દેશના રાજદૂતોને કોર્ટરૂમમાં પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ અદાલતોમાં લોકશાહી તરફી દસ ચળવળકારોને લઈને સુનાવણી યોજાઈ રહી છે.

આ ચળવળકારોની ઑગસ્ટ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી જયારે તેઓ સ્પીડબોટ મારફતે હૉંગકૉંગમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

હાલમાં હૉંગકૉંગના યુવા ચળવળકારો વિદેશમાં શરણ માગતા હોવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે.

ત્યારે બીબીસીએ જુદાજુદા યુવા ચળવળકારો સાથે વાત કરી એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે હૉંગકૉંગમાંથી લોકો વિદેશમાં શરણ કેમ લેવા માગે છે?

જુઓ ડૅની વિન્સૅન્ટનો આ વીડિયો રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો