સુરતની એ જેલ, જ્યાં કેદીઓના હાથે ચમકે છે કરોડોના હીરા
સુરતની આ લાજપોર જેલમાં કેદીઓને કમાણી કરવા માટે એક અનોખી તાલીમ આપવામાં આવી રહી છે.
અહીં કેદીઓને હીરા ઘસવાની તાલીમ અપાઈ રહી છે. કેદીઓ અહીં હીરા ઘસીને જેલમાંથી જ હજારો રૂપિયા કમાય છે.
કેદીઓને જેલમાંથી જ તાલીમ આપીને રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે, જેથી સજા કાપ્યા બાદ બહાર જઈને તે રોજગારી મેળવી શકે.
કેદીઓ જેલમાં જે કમાણી કરે છે તેનાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળે છે. એટલે કે કેદીઓને આ કામ કરી જે આવક થાય છે તે તેમના પરિવારને પહોચાડવામાં આવે છે.
સુરતની આ જેલમાં કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપવાનું કામ બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ હતો કે કેદીઓને જેલમાંથી જ નવા કામની તાલીમ મળી શકે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો