You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ભાજપની જાહેરાતના એ 'ખુશ ખેડૂત' જે દિલ્હીમાં ધરણાં કરે છે - ફૅક્ટ ચેક
પંજાબ ભાજપે સોશિયલ મીડિયા પર નવા કૃષિ કાયદાના પક્ષમાં કેટલીક સામગ્રી ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં એક યુવાનને ખુશ ખેડૂતના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ એ જ ખેડૂત સિંઘુ બૉર્ડર પર નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સાથે જોવા મળ્યા.
આ વ્યક્તિ હરપ્રીત સિંહ છે. જેમનું કહેવું છે કે ભાજપે મારી મંજૂરી વિના આ ફોટાનો ઉપયોગ કર્યો છે.
એમણે આરોપ મૂક્યો કે ખાલિસ્તાનીવાળો મુદ્દો ન ચાલ્યો એટલે ભાજપ સરકાર હવે ખેડૂતો નવા કાયદાથી ખુશ છે એમ બતાવવા માગે છે.
કેવી છે આ ખેડૂતની જિંદગી અને એ શું કહે છે ખેડૂત આંદોલન વિશે, જુઓ વીડિયોમાં.
વીડિયો : જસપાલ સિંહ, બીબીસી પંજાબી
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો