વાપી : ગોડાઉનમાં વિકરાળ આગથી ધોળે દિવસે આકાશ થયું લાલ
આ દૃશ્યો વાપીના સલવાવ ખાતેના છે.
અહીં વહેલી સવારે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી અને જોતજોતામાં જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું.
ભીષણ આગને લીધે ચારેતરફનું વાતાવરણ ધુમાડાથી ઘેરાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગને ફોન કરી મદદ મગાવવામાં આવી હતી. ફાયરવિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી.
આ આગ એટલી ખતરનાક હતી કે ભંગારના ગોડાઉનમાં રહેલો સામાન બળીને રાખ થઈ ગયો હતો. હજુ સુધી આગનું કારણ જાણી શકાયું નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો