કોરોના વાઇરસ : સમગ્ર વિશ્વમાં દોઢ કરોડ કરતાં વધુ મહિલાઓએ કર્યો ઘરેલુ હિંસાનો સામનો
આમ તો કોરોનાની મહામારી બધા માટે પડકારરૂપ હતી. પરંતુ આ પરિસ્થિતિ મહિલાઓ માટે વિશેષ કપરી એટલા માટે પણ હતી કારણ કે આ સમયગાળા દરમિયાન વિશ્વની અસંખ્ય મહિલાઓને ઘરેલુ હિંસાનો ભોગ બનવું પડ્યું હતું.
આ હકીકત દરેક દેશ, રાજ્ય, પ્રદેશ માટે લગભગ સમાન જ રહી છે.
કોરોનાએ પહેલાંથી સંકટમાં મુકાયેલ મહિલાઓની પરિસ્થિતિ વિશ્વભરમાં વધુ સંકટગ્રસ્ત બનાવવામાં ભૂમિકા ભજવી હતી.
એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં લગભગ દોઢ કરોડ કરતાં વધુ મહિલાઓએ લૉકડાઉનના ત્રણ મહિના દરમિયાન ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે મહામારી દરમિયાન દુનિયાના ઘણા દેશોમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મહામારી અને મહિલાઓની પરિસ્થિતિ અંગે વધુ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો