'મારી પર સ્પ્રે છાંટ્યો, હું શ્વાસ પણ નહોતી લઈ શકતી' હિંસાનો ભોગ બનેલાં સંગીતકારની કહાણી

વીડિયો કૅપ્શન, હિંસાનો ભોગ બનેલાં ઝહારા હવે અન્યોને પ્રેરણા આપે છે

ઝહારા દક્ષિણ આફ્રિકાનાં એક પ્રખ્યાત સંગીતકાર છે, પરંતુ તેમણે મહિલાઓની વિરુદ્ધ થતી હિંસા સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો.

ક્યારેક પોતે હિંસાનો ભોગ બનેલાં ઝહારા હવે યુવતીઓ અને કિશોરીઓની મદદ કરે છે.

તેઓ સંગીતના માધ્યમથી મહિલાઓને તેમની વિરુદ્ધ થતી હિંસાની સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે.

બુધવારે ઇન્ટરનેશનલ ડે ફોર ધ ઍલિમિનેશન ઑફ વાયોલન્સ અગેન્સ્ટ વિમેન છે.

તેઓ બીબીસી 100 વિમેનમાં સામેલ છે. બીબીસી દર વર્ષે 100 એવી મહિલાઓની યાદી લાવે છે, જેમાં પ્રેરક અને પ્રભાવશાળી મહિલાઓ સામેલ હોય છે.

એવી મહિલાઓ જેમની કહાણી કહેવાની જરૂર છે. આ કહાણી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર તમે #BBC100Women હેઠળ મેળવી શકો છો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો