#BBC100Women મિશેલ યેઓ : આખરે હોલીવુડમાં આવશે એશિયન મૂળનાં 'સુપરહીરો'
મારવેલ મૂવીઝનાં સુપરહીરોનાં પાત્રોના દુનિયાભરમાં ચાહકો છે.
હૉલીવૂડનાં અભિનેત્રી મિશેલ યેઓનું કહેવું છે કે આવનારી મારવેલ ફિલ્મમાં પ્રથમ વખત એશિયન મૂળનાં સુપરહીરો શાંગ-ચી જોવા મળશે.
તેમનું કહેવું છે કે આ દર્શાવે છે કે હૉલીવૂડમાં વિવિધતાનો સમાવેશ થઈ રહ્યો છે.
તેઓ એશિયન મૂળનાં પ્રથમ અભિનેત્રી હતાં જે જેમ્સ બૉન્ડ ફિલ્મમાં બૉન્ડ ગર્લ તરીકે પસંદ કરાયાં હતાં.
તેમણે પિયર્સ બ્રૉસનેન સાથે ટુમૉરો નેવર ડાઇઝ ફિલ્મમાં અભિનય કર્યો હતો.
હાલમાં હૉલીવૂડની હિટ ફિલ્મ 'ક્રૅઝી રિટ એશિયન્સ'માં પણ તેમણે અભિનય કર્યો હતો.
હવે તેઓ મારવેલની નવી ફિલ્મ અને ફિલ્મ અવતારના ત્રીજા ભાગમાં પણ સામેલ થશે.
જ્યારે તેઓ હૉલીવૂડ આવ્યા હતા ત્યારે તેમને એશિયન અભિનેત્રી તરીકે આ પ્રકારની ફિલ્મો મળતી નહોતી.
તેમને બીબીસી 100 વિમેનની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. મિશેલ યેઓનું કહેવું છે કે તેઓ યુવતીઓ અને બાળકીઓ માટે પ્રેરણારૂપ બનવા માગે છે.
બીબીસી 100 વિમેનની યાદીમાં દર વર્ષે એ મહિલાઓ સામેલ છે જેઓ પ્રભાવશાળી અને પ્રેરક છે. બીબીસી લાવી રહ્યું છે 100 વિમેનમાં સામેલ મહિલાઓની કહાણીઓ જે તમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર જોવા અને વાંચવા મળશે.
#BBC100Women



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો