તાલિબાન સાથેની શાંતિસમજૂતીમાં અલ કાયદાના પ્રશ્નની ગૂંચ કેમ?

વીડિયો કૅપ્શન, તાલિબાન સાથે અમેરિકાની સમજૂતીમાં અલ કાયદા સાથેના સંબંધનો પ્રશ્ન

ભલે અફઘાનિસ્તાનમાં તાલિબાને અમેરિકા સાથે શાંતિ સમજૂતી કરી હોય અને તે સમજૂતિમાં તેણે અલ કાયદા સાથે સબંધો તોડવાની વાત કરી હોય પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘના વરિષ્ઠ અધિકારીનું માનવું છે કે અલ કાયદાના તાર હજી તાલિબાન સાથે જોડાએલા છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાને આ વર્ષના આરંભમાં અમેરિકા સાથે શાંતિ કરાર કર્યા હતા અને તેમાં તેણે વચન આપ્યું હતું કે તે અલ કાયદા દ્વારા સંભવિત આંતરરાષ્ટ્રિય હુમલાના કાવતરામાં ભાગ નહીં બને.

આ વચનના બદલામાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય વાપસીની જાહેરાત કરી હતી.

બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીનો કાબુલથી અહેવાલ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો