સ્ટૅચ્યૂ ઑફ યુનિટી: સરકારના દાવા અને આદિવાસીઓની સ્થિતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટ
કેવડિયા પાસે બનેલું દુનિયાનું સૌથી ઊંચું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી હવે ઘણાં પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે અને તેની સાથે આદિવાસીઓને જમીનને લઈને વિરોધ પણ યથાવત્ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર કેવડિયાની મુલાકાતે છે અને તેઓ અનેક ઉદ્ઘાટનો કરી રહ્યા છે. એ સાથે સરકારે કેટલાક આદિવાસી આગેવાનીની અટકાયત કરી છે તો અમુક સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પાસે હવે સી પ્લેન, નર્મદા નદીમાં બોટિંગ, જંગલ સફારી, વૉટર સ્પોર્ટ જેવા ઘણાં આકર્ષણો ઊભા કરવામાં આવી રહ્યાં છે.
અહીંના આદિવાસી સમુદાયના લોકોના વિરોધ વચ્ચે આ તમામ પ્રૉજેક્ટનું કામ ચાલી રહ્યું છે.
એક બાજુ જ્યાં સરકારનું કહેવું છે કે તે પોતાનું કામ એક સંવેદનશીલ અભિગમ સાથે કરી રહી છે, ત્યાં બીજી બાજુ આદિવાસી સમુદાયનો આરોપ છે કે કોઈ પણ જાતનું વળતર આપ્યાં વગર સરકાર તેમની જમીનો લઈ રહી છે.
જુઓ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો કેવડિયાથી ગ્રાઉન્ડ રિપોર્ટ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો