નવરાત્રીમાં નરેન્દ્ર મોદી સરકાર યુવાનોને ઑનલાઇન નોકરી આપતી હોવાના વાઇરલ મૅસેજનું સત્ય શું છે?
આજકાલ વૉટ્સઍપ પર એક મૅસેજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભારતમાં વધતી જતી બેરોજગારી સામે બાથ ભીડવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા યુવાન બેરોજગારો માટે નવરાત્રિ નિમિત્તે ભેટ સ્વરૂપે ઘરે રોજગારી આપતી એક યોજના શરૂ કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
આ વાઇરલ મૅસેજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરની નીચે બેરોજગાર યુવાનો માટે એક સંદેશ લખાયો છે.
જેમાં લખાયું છે કે ભારતમાં સતત વધતી જતી બેરોજગારીને ધ્યાને રાખીને ભારત સરકાર આ નવરાત્રિ નિમિત્તે બેરોજગારોને ઘરે બેઠા રોજગારની તક આપવા જઈ રહી છે.
આ મૅસેજમાં જે બેરોજગાર યુવાન પાસે સ્માર્ટફોન હશે તેઓ આ યોજનામાં અમુક કલાક કામ કરીને દરરોજના એક હજારથી બે હજાર રૂપિયાની આવક રળી શકશે તેવો દાવો કરાયો છે.
આ વાઇરલ મૅસેજમાં આગળ જણાવાયું છે કે આ યોજનાનો લાભ લેવા માટે 20 ઑક્ટોબર સુધી જ અરજી કરી શકાશે.
સાથે જ આ મૅસેજમાં આ યોજના અંતર્ગત અરજી કરવા માટેની લિંક પણ આપવામાં આવી છે.
ઘણા યુવાનો વૉટ્સઍપ પર આ અરજી ફૉરવર્ડ કરી રહ્યા છે.
જોકે, આ દાવો ખોટો છે એમ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો એટલે કે PIBની ફૅક્ટ ચેક ટીમે એક ખુલાસો કહે છે.
વાઇરલ થયેલા મૅસેજની ખરી હકીકત સમજો વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો