આફ્રિકા : મહામારી વચ્ચે મસાઈઓના એક મહાઉત્સવનું આયોજન
કોવિડ મહામારીના પડકાર વચ્ચે પૂર્વ આફ્રિકાના મસાઈ સમુદાયનો પારંપારિક ઉત્સવ શરૂ થયો છે.
દર 15 વર્ષે પૂર્વીય આફ્રિકાનો મસાઈ સમાજ પોતાનો પારંપરિક પ્રારંભિક ઉત્સવ ઊજવે છે. જેની અંદર યુવાલડવૈયાઓને સમાજના વડીલનો દરજ્જો મળે છે.
હાલ જે આ યુવા લોકો છે એમનો જન્મ 1985થી 1994 વચ્ચે થયો છે. કોરોના વાઇરસનો વ્યાપ વધી રહ્યો છે છતાં હાલમાં જ કેન્યામાં આ ઉત્સવ મનાવવામાં આવ્યો.
વડીલો એક પારંપરિક પીણું તૈયાર કરે છે જે લોહી અને દૂધમાંથી બનેલું છે જે એક પ્રસાદના રૂપમાં આ લોકોને અપાશે.
બીબીસી સંવાદદાતા ઇઆન વફૂલા આ જોવા પહોંચ્યા છે, જોઈએ કેન્યાથી તેમનો અહેવાલ.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો