બાબરી વિધ્વંસ કેસના ચુકાદા પર જસ્ટિસ લિબ્રાહને શું કહ્યું?
બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનામાં સીબીઆઈની વિશેષ અદાલતે અડવાણી, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા, મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને આ ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતી એમ કહ્યું છે.
બાબરી મસ્જિદની ઘટનાની તપાસ બાબતે નિમાયેલા જસ્ટિસ લિબ્રાહન પંચે 2009માં પોતાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તપાસપંચે બાબરી વિધ્વંસને એક જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું હતું.
હવે જ્યારે વિશેષ અદાલતે તપાસપંચથી વિપરીત મત આપ્યો છે ત્યારે બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાએ આ અંગે પૂર્વ જસ્ટિસ લિબ્રાહન સાથે વાતચીત કરી.
જુઓ વીડિયો અહેવાલ.

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો