એ કૂતરાં જે કોરોના વાઇરસના દર્દીને શોધી કાઢે છે
ફિનલૅન્ડમાં હવે કોરોના વાઇરસના સંક્રમિતોને ઓળખવા માટે શ્વાનનો ઉપયોગ થઈ રહ્યો છે.
ખાસ તાલીમ અપાયેલા શ્વાન જો વ્યક્તિને સૂંઘીને ભસે તો સંભાવના છે કે તેમને કોવિડ-19નો ચેપ લાગ્યો છે.
ત્યારબાદ એ વ્યક્તિની વધુ તપાસ કરવામાં આવે છે. જોકે હજુ વૈજ્ઞાનિક અભ્યાસમાં આ પ્રકારે શ્વાન દ્વારા થતી તપાસ અંગેની કાર્યક્ષમતા પૂરવાર થઈ નથી.
ફિનલૅન્ડમાં એક પાઇલટ પ્રોજેક્ટમાં સ્નિફર ડોગને સાંકળી લેવાયા છે.
જોકે આ ટ્રાયલમાં સામેલ લોકો કહે છે કે હાલ જે પ્રારંભિક પરિણામ મળી રહ્યાં છે તે આશાસ્પદ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો