મુંબઈમાં લોકોને વહેલી સવારે લાઇનમાં કેમ ઊભા રહેવું પડી રહ્યું છે?
મહારાષ્ટ્ર સરકારે અનલૉકની જાહેરાત કરી ત્યારબાદ પબ્લિક ટ્રાન્સપૉર્ટ્સ શરૂ કરવામાં આવ્યાં છે.
જોકે મુંબઈની જીવાદોરી સમાન ગણાતી લોકલ ટ્રેન હજુ માત્ર ઍસેન્સિયલ સર્વિસ એટલે કે જીવન આવશ્યક વસ્તુઓ અંગેના કામકાજના લોકો માટે જ ચાલુ કરવામાં આવી છે. આથી મુંબઈના પરામાં રહેતા લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે.
કોરાનાને લીધે નિયમો પાળવા તેમને લાંબી લાઇન લગાવવી પડી છે, જેના માટે વહેલી સવારે 4.30 કલાકથી ઊભા રહેવું પડે છે.
મુંબઈના પૂર્વ વિસ્તારમાં આવેલો ડોમ્બિવલી એક એવો વિસ્તાર છે જ્યાં રોડની કનેક્ટિવિટી ઓછી છે. ત્યાં લોકોને કેવી હાલાકી ભોગવવી પડે છે તે વિશે જોઈએ બીબીસી માટે શાહિદ શેખનો અહેવાલ.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો