એ ગુજરાતી શિક્ષક જેઓ 'શિક્ષણરથ'થી ગામેગામ શિક્ષણ પહોંચાડે છે

આ ગુજરાતની એકમાત્ર હરતી-ફરતી શાળા છે, એક એવી શાળા જે બાળકોને ઘરે-ઘરે જઈને શિક્ષણ આપે છે.

કોરોના વાઇરસને લીધે દેશભરની શાળાઓ બંધ પડેલી છે. આ સ્થિતિમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે એક શિક્ષકે તેમને ઘરે-ઘરે જઈને ભણાવવાનું બીડું ઝડપ્યું છે.

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાએ તેમની કારમાં LCD, સ્પીકર અને ઇન્ટરનેટની સુવિધા ઊભી કરી ચે અને એક હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે.

જેના થકી તેઓ સંસાધનો ન ધરાવતાં બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા પ્રયાસરત્ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો