IPL 2020: આઈપીએલમાં સૅનેટરી પેડની વાતથી શું પરિવર્તન આવશે?
સૅનેટરી પેડની વાત કરીએ તો અત્યારે પણ ઘણી મહિલાઓ આ વિશે ખુલ્લા દિલે વાત નથી કરતી.
આઈપીએલને દુનિયાની સૌથી મોટી ક્રિકેટ પ્રતિયોગિતા માનવામાં આવે છે. આ વખતે આઈપીએલ ટીમ રાજસ્થાન રૉયલ્સે સૅનેટરી પેડ બનાવનારી કંપની નાઇન સાથે ડીલ કરી છે.
એક સમય હતો જ્યારે 1995માં મહિલા ટેનિસ ઍસોસિયેસનની ટૂરે મહિલાઓ માટે સૅનેટરી પેડ ઉત્પાદન કરનાર કંપની સાથે કરાર કરવાની મનાઈ કરી હતી. એને ભય હતો કે આનાથી તેમની ઇમેજ પર ખરાબ અસર થશે.
1995થી લઈને આજ સુદી પરિસ્થિતિ અમુક અંશે બદલાઈ છે. ઘણી મહિલા ખેલાડીઓને આશા છે કે રાજસ્થાન રૉયલ્સના આ પગલાંથી ઓછામાં ઓછી એક ચર્ચા તો શરૂ થશે.
રાજસ્થાન રોયલ્સના પગલાંનું મહિલા ખેલાડીઓએ સ્વાગત કર્યું છે. પણ હવે આગળનો રસ્તો શું છે? શું આ પહેલથી કોઈ પરિવર્તન આવશે?
જુઓ બીબીસીની ભારતીય ભાષાઓનાં ટીવી સંપાદક વંદનાનો આ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો