યમન : કોરોનાના ભયથી ખાલી હૉસ્પિટલોમાં ફરજ બજાવનારાં એકલ મહિલા ડૉક્ટર

યુદ્ધથી બરબાદ થયેલા યમનમાં કોવિડ મહામારી સામેની લડતમાં એક ડૉક્ટર ત્યારે દર્દીઓની સારવાર માટે આગળ આવ્યાં જ્યારે અહીં હૉસ્પિટલો ખાલી થઈ ગઈ હતી.

યમન વર્ષોથી હિંસક સંઘર્ષનો માર વેઠી રહ્યું છે અને ત્યાં લાખો લોકો બેઘર થયા છે.

ત્યારે યુદ્ધથી જે શહેર મોટા પ્રમાણમાં નષ્ટ થઈ ગયું છે જ્યા હૉસ્પિટલોની હાલત પણ ખરાબ છે ત્યાં કોરોના મહામારી સામેની લડત કેટલી મુશ્કેલ હશે?

એ શહેરની કહાણી જ્યાં કોરોના વાઇરસના ડરથી હૉસ્પિટલો બંધ થઈ ગઈ હતી અને ડૉક્ટરો ભાગી ગયા હતા. ત્યારે એક મહિલા ડૉક્ટર દર્દીની મદદ માટે આવ્યાં અને પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાની મદદ મળી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો