માલીમાં સૈનિકોએ કેમ તખતો પલટી દીધો?
માલીમાં સેનાએ વિદ્રોહ કર્યા બાદ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બુબાકાર કેટાએ રાજીનામું આપી દીધું છે.
હવે જે સૈનિકોએ રાષ્ટ્રપતિને બંદી બનાવ્યા હતા તેમનું કહેવું છે કે નવી ચૂંટણી પહેલાં તેઓ પોતે નાગરિક સરકાર બનાવશે.
જોકે, સેનાના વિદ્રોહ બાદ થયેલા આ સત્તા પરિવર્તનને આંતરરાષ્ટ્રીય સમુદાયે વખોડી કાઢ્યું છે...
સૈનિકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બુબાકાર કેટા અને વડાપ્રધાન બોબુ સિસેને કારમા અજ્ઞાત સ્થળે લઈ ગયા પછી બુધવારે સવારે ટીવી પર સંદેશો પ્રસારિત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ રાજીનામું આપીને સંસદને વિસર્જીત કરી દીધી છે. તેમનું કહેવું હતું કે તેઓ લોહિયાળ સંઘર્ષ નથી ઇચ્છા તેથી તેઓ સરકાર ભંગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી જાણીતા ઇમામ મોહમ્મદ ડીકોના નેતૃત્વમાં ઘણા લોકોએ રાષ્ટ્રપતિના રાજીનામાની માગ કરી હતી.
લગભગ બે કરોડની વસતી ધરાવતા આ દેશમાં ભષ્ટ્રાચાર, કથળતી આર્થિક વ્યવસ્થા અને સાંપ્રદાયિક હિંસાને લીધે લોકોનો રોષ પણ વધ્યો હતો..
જુઓ માલી પરનો આ વિશેષ અહેવાલ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો