અમેરિકા જેવા દેશમાં પણ થઈ રહ્યો છે દલિતો સાથે ભેદભાવ?
અમેરિકામાં રહેતા દલિતોએ કાર્યસ્થળે ભેદભાવ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેમને લાગે છે કે આ ભેદભાવ તેમના મૅનેજરને નથી દેખાતો. હવે તેમના દાવાઓ હેડલાઇન્સ બનવા લાગ્યા છે.
ઉદાહરણરૂપે ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની સિસ્કો સિસ્ટમ પર કેલિફોર્નિયામાં કેસ નોંધાયો.
આરોપ છે કે તે ભારતીય મૂળના એક કર્મચારીનું શોષણ રોકી ના શકી. શોષણનો આરોપ ઊંચી જાતિના બે મૅનેજર પર છે.
ઇક્વાલિટી લૅબ્સ નામનું આંદોલન સમૂહ આને મહત્વપૂર્ણ કેસ માને છે.
આવું એટલા માટે કારણ કે હજુ સુધી અમેરિકી રોજગાર કાયદાઓ જાતિના આધાર પર ભેદભાવ પર રોક નથી લગાવતા.
જુઓ નિખિલ ઇમાનદારનો આ રિપોર્ટ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો