અયોધ્યા : બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ પાકિસ્તાનમાં હિંદુ મંદિરોનું શું થયું હતું?
જ્યારે અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે બહુ ઓછા લોકોએ વિચાર્યુ હશે કે પાડોશી દેશ પાકિસ્તાનમાં આની કેવી પ્રતિક્રિયા આવશે.
હિંદુઓની નાનકડી વસતી પાકિસ્તાનમાં પણ રહે છે અને ત્યાં તેમના ધાર્મિક સ્થળો પણ આવેલા છે.
6 ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તો પાકિસ્તાનમાં તેના પડઘા પડતાં વાર ના લાગી.
બાબરી મસ્જિદ બાદ પાકિસ્તાનમાં લગભગ 100 મંદિર યા તો જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યાં અથવા એમને ભારે નુકસાની વેઠવી પડ્યું.
જોકે એમાંના મોટાભાગના મંદિરો ચાલુ નહોતાં. મતલબ તેમાં નિયમિત રીતે પૂજા અર્ચના નહોતી થતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો