Statue of unity : સરદાર પટેલની વિશાળ પ્રતિમાં પાણીમાં ગરકાવ થઈ રહી છે?
ગુજરાતમાં કેવડિયા કૉલોની પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી મામલે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે.
જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચોમાસાના ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની આસપાસ પાણી ભરાઈ રહ્યું છે અને તે ડૂબી રહી છે.
વીડિયોમાં કૅપ્શન આપવામાં આવી રહ્યાં છે કે 'વાહ રે ગુજરાત મૉડલ... 3000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા પણ પાણીથી કેવી રીતે બચાવવું તેના પર ન વિચાર્યું. 3000 કરોડના ખર્ચે બનેલું સ્ટેચ્યુ ઑફ યુનિટી પૂરના પાણી વચ્ચે ઘેરાયેલું છે.'
શું સરદાર પટેલની પ્રતિમા ખરેખર પાણીમાં ડૂબી રહી છે? શું ખરેખર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની અંદર પાણી ઘૂસી ગયું છે?
ખરું સત્ય શું છે? જાણો આ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો