ખગોળશાસ્ત્ર : સુરતની બે વિદ્યાર્થિનીઓએ શોધ્યો પૃથ્વી માટે જોખમી બને શકે એવો લઘુગ્રહ

વીડિયો કૅપ્શન, ખગોળશાસ્ત્ર : સુરતની બે વિદ્યાર્થિનીઓએ શોધ્યો પૃથ્વી માટે જોખમી બને શકે એવો લઘુગ્રહ

ખગોળશાસ્ત્રમાં અનેક સંભાવનાઓ રહેલી છે. અવકાશની દુનિયામાં હજી ઘણું એટલું છે જે માણસો જાણતા નથી અને તેના પર સતત સંશોધનો ચાલતા રહે છે.

સુરતની બે વિદ્યાર્થિનીઓએ નાસા દ્વારા મળેલા કૉમ્પ્લેક્સ ડેટાનું ઝીણવટથી મૂલ્યાંકન કરીને એક એવો લઘુગ્રહ શોધ્યો છે. આ લઘુગ્રહ પૃથ્વીથી નજીકની શ્રેણીમાં આવે છે અને આવનારા દિવસોમાં પૃથ્વીની નજીકથી પસાર પણ થઈ શકે છે અથવા નુકસાન પણ પહોંચાડી શકે છે.

હાલ આ લઘુગ્રહ માર્સની ભ્રમણકક્ષા નજીક જોવા મળ્યો છે.

મળો સુરતની એ બે વિદ્યાર્થિનીઓને અને જાણો આખરે એમણે આ કામ કેવી રીતે કર્યું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો