ગુજરાતનું 'મિનિ આફ્રિકા', અહીંની મહિલાઓની જિંદગી કેવી રીતે બદલાઈ?

વીડિયો કૅપ્શન, ગુજરાતનું 'મિનિ આફ્રિકા', અહીંની મહિલાઓની જિંદગી કેવી રીતે બદલાઈ?

આ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનું જાંબુર ગામ છે. વર્ષોથી અહીં સીદી સમુદાયના લોકો વસવાટ કરે છે.

એવું કહેવાય છે કે દાયકાઓ પહેલાં આફ્રિકાથી આ લોકોને અહીં લાવવામાં આવ્યા હતા.

જેવી રીતે દૂધમાં સાકર ભળી જાયે તેમ જ આ લોકો અત્યારે ગુજરાતની સંસ્કૃતિ સાથે સંપૂર્ણ રીતે વણાઈ ગયા છે.

પરંતુ આ આદિવાસી ગામની સૌથી મહત્ત્વની ખાસિયત મહિલાઓ માટે પ્રેરણાસ્રોત એવાં હિરબાઈબહેન લોદી છે.

હિરબાઈબહેન એ મહિલા છે જેમણે આ આદિવાસી સમુદાયની મહિલાઓને તેમના પગભેર કરવામાં આખું જીવન ખર્ચી નાખ્યું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો