કોરોના વાઇરસની રસી માટે આ કરચલાનું લોહી કેમ લેવાઈ રહ્યું છે?
હૉર્સશૂ ક્રૅબ, ઘોડાની નાળ જેવા આકારના કરચલા. 10 આંખવાળા આ જીવ લગભગ 30 કરોડ વર્ષથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ વર્ષોથી તેમનાં નીલરંગી લોહીનો ઉપયોગ માનવજાતિની દવા માટે કરવામાં આવે છે.
કોરોનાની મહામારીની વચ્ચે વૈજ્ઞાનિકોમાં હૉર્સશૂ કરચલા પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.
સંભવિત વૅક્સિનની શોધ કરવા માટે વૈજ્ઞાનિકો હૉર્સશૂ કરચલા ઉપર સંશોધન કરી રહ્યા છે.
જોકે, તેના કારણે લિવિંગ ફૉસિલ (જીવિત જીવાશ્મ) મનાતા કરચલાના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું છે.
એવું માનવામાં આવે છે કે ધરતી ઉપર આ પ્રજાતિના કરચલાની સંખ્યા ઓછી છે અને દવા માટે તેના લોહીની માગ જોતા તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો