કોરોના વાઇરસ : ભારત વિશ્વનું હૉટસ્પૉટ બની રહ્યું છે?
કોરોના વાઇરસે ભારતમાં ધીમેધીમે પગપેસારો કર્યો હતો, પણ તેના ચેપનો સૌપ્રથમ કન્ફર્મ કેસ નોંધાયાના છ મહિના પછી ભારત, સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે અને તેણે રશિયાને પાછળ રાખી દીધું છે.
ભારત સૌથી વધુ વસતી ધરાવતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે અને અહીં મોટાભાગના લોકો ગીચ શહેરોમાં વસવાટ કરે છે.
તેથી આ દેશ વૈશ્વિક હૉટસ્પૉટ બનશે તે કદાચ નક્કી જ હતું. પણ ભારતમાંના કેસનો આંકડો શંકાસ્પદ છે, કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને અત્યંત ઓછા મૃત્યુદરને લીધે વૈજ્ઞાનિકો પણ ગૂંચવાઈ ગયા છે.
આ વીડિયોમાં છે એ પાંચ ચીજોની વાત જે ભારતમાં કોરોના મહામારીના પ્રસાર વિશે જાણવી જરૂરી છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો