કોરોના વાઇરસ : સુરત કેમ છોડી રહ્યા છે રત્નકલાકારો?
ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીમાં બદલાવ એ આવ્યો છે કે અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે તો સુરતમાં કેસો વધી રહ્યા છે.
સુરતમાં અનલૉકની શરૂઆત થઈ એટલે લોકો પરત સુરતમાં આવી રહ્યા હતા પરંતુ હવે સ્થિતિ ફરી બદલાઈ છે.
ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં કેસો વધી રહ્યા છે અને લોકો પાછા વતન તરફ પાછા ફરી રહ્યા છે.
મજૂરો કહે છે કે રોજગારી ન મળવાને કારણે લોકો ઘરનું ભાડું પણ ભરી શકે એમ નથી એટલે સુરત છોડવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી.
જુઓ સુરતથી આ અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો