ગુજરાતનું કચ્છમાં આવેલું એ ગામ જે છે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર

વીડિયો કૅપ્શન, ગુજરાતનું કચ્છમાં આવેલું એ ગામ જે છે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવતું કુનરિયા ગામ એક નાના શહેરની ગરજ સારે છે.

રણપ્રદેશ તરીકે ઓળખતા કચ્છ જિલ્લામા સૌથી ઓછો વરસાદ પડે છે.

આ સમસ્યાને પહોંચી વળવા માટે ગ્રામપંચાયત દ્વારા પાણીનાં તળાવો અને પશુને ઘાસચારો મળી રહે તેનું આયોજનબદ્ધ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

કોરોના વાઇરસ શું છે? લૉકડાઉન શું છે? આવા અનેક કૂતુહલ જગાવતા સવાલો દરેક બાળકોનાં મનમાં આવ્યા હશે.

કુનરિયા ગ્રામપંચાયત દ્વારા બાળકોને ક્રિએટિવ રીતે આ મુદ્દે સમજાવવામાં આવ્યા હતા અને તેનાથી કેવી રીતે બચવું તેના ઉપાયો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા. એટલું જ નહીં કોરોના વાઇરસને કારણે શાળા બંધ હતી.

આ સમયને તકમાં પરિવર્તિત કરી બાળકોને કચ્છી કલા, સંગીત અને અન્ય સાંસ્કૃતિક વારસાનું સિંચન કરવાનું આયોજન પણ કુનરિયા ગામ દ્વારા કરવામાં આવ્યું.

કુનરિયા ગામ એક એવું ગામ છે જે પોતે સ્વાવલંબી છે, મતલબ કે તેની જરૂરિયાતો તે પોતે જ પૂરી કરી લે છે.

છેલ્લાં ત્રણ વર્ષથી કુનરિયા ગામ સાચા અર્થમાં એક આત્મનિર્ભર ગામ છે એવું કહી શકાય.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો