આફ્રિકાના આ દેશમાં બે મહિનામાં 350 હાથીઓનાં મોત કેવી રીતે થયાં?

વીડિયો કૅપ્શન, આફ્રિકાના આ દેશમાં બે મહિનામાં 350 હાથીઓનાં મોત કેવી રીતે થયાં?

આફ્રિકાના બોટ્સવાના દેશમાં સેંકડો હાથીઓનાં મોત થયાં છે. સાવ નવાઈ પમાડે એવી આ ઘટનામાં હાથીઓનાં હાડપિંજરો મળી આવ્યાં છે.

ડૉક્ટર નેઇલ મેકકેનના કહેવા પ્રમાણે તેમના સાથીઓએ બોટ્સવાનાના ઓકાવાંગો ડેલ્ટા વિસ્તારમાં મે મહિનાથી અત્યારસુધીમાં 350 હાથીઓનાં હાડપિંજરો જોયાં છે.

હાથીઓનાં મોત કેવી રીતે થઈ રહ્યાં છે તે વિશે કોઈને પણ જાણકારી નથી.

સરકારના જણાવ્યા અનુસાર આ મામલે લૅબોરેટરીમાં સૅમ્પલ્સ મોકલી દેવામાં આવ્યાં છે પરંતુ તેનું પરિણામ આવતા હજી એક અઠવાડિયા જેટલો સમય નીકળી જશે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો