કોરોનાસંકટમાં નોકરી ન મળતાં ડિગ્રીધારી યુવાનો ખેતમજૂરી તરફ વળ્યા

વીડિયો કૅપ્શન, કોરોનાસંકટમાં નોકરી ન મળતાં ડિગ્રીધારી યુવાનો ખેતમજૂરી તરફ વળ્યા

પંજાબમાં 21.6 યુવાનો બેરોજગાર છે. ડિગ્રી ધરાવતા હજારો યુવાનો અત્યારે બેકાર બેઠા છે.

ત્યારે આમાંથી જ કેટલાક ભણેલા-ગણેલા યુવાનો નોકરી ન મળતા સિઝનલ ખેતમજૂર તરીકે કામ કરી રહ્યા છે.

રિમ્પી કૌરે બીએ, બીએડ અને પંજાબી લિટરેચરમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. ટિચર્સ ઍલિજિબિલિટી ટેસ્ટ પણ પાસ કરી છે. અત્યારે તેઓ ખેતરમાં ડાંગરની રોપણી કરે છે.

જોઈએ પંજાબથી બીબીસી સંવાદદાતા સરબજિત સિંહ ધાલિવાલનો આ અહેવાલ.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો