કોરોના વાઇરસ : એ જગ્યા જ્યાં દર્દીઓ જીવન અને મૃત્યુ વચ્ચે લડે છે

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : એ જગ્યા જ્યાં દર્દીઓ જીવન અને મૃત્યુ વચ્ચે લડે છે

ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 26 હજારને (26 હજાર 198) પાર કરી છે, જ્યારે મૃત્યુ આંક 1,619 ઉપર પહોંચ્યો છે.

શુક્રવારે 540 નવા દરદી નોંધાયા હતા, જ્યારે વધુ 27 મૃત્યુ થયા છે. રાજ્યમાં 6 હજાર 412 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 67 વૅન્ટિલેટર ઉપર છે.

ગુજરાતમાં 18 હજાર 167 (વધુ 340 સાજા થયા) પેશન્ટ આ બીમારીને મ્હાત આપી ચૂક્યા છે.

4195 ઍક્ટિવ કેસ સાથે અમદાવાદ રાજ્યમાં ટોચ ઉપર છે. 700 ઍક્ટિવ કેસ સાથે હીરાનગરી સુરત બીજાક્રમે, જ્યારે વડોદરા (588 કેસ) ત્રીજા ક્રમે છે. પાટનગર ગાંધીનગર 190 દરદી સારવાર હેઠળ છે.

ત્યારે જોઈએ મુંબઈની કોવિડ-19 હૉસ્પિટલનો એક ખાસ રિપોર્ટ.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો