ભારત-ચીન સીમાવિવાદ : ભારતીય સેના પર ચીની જવાનોએ આ હથિયારથી હુમલો કર્યો હતો?
સોશિયલ મીડિયા અને બીજી જગ્યાએ એક હથિયારની તસવીર શૅર કરવામાં આવી રહી છે.
જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ગલવાન ખીણમાં એલએસી પર બંને સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીની સેનાએ આ હથિયારનો ઉપયોગ કર્યો હતો.
આ હથિયાર લોખંડના સળિયા છે જેના પર ખીલા લગાડેલા છે.
ભારત-ચીન સીમા પર સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પણ બીબીસીને આ તસવીર મોકલી છે.
તેમણે કહ્યું છે કે આ હથિયારથી જ ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો.
સુરક્ષાનિષ્ણાત અજય શુક્લાએ સૌથી પહેલાં આ તસવીર ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે આવા હથિયારોનો ઉપયોગ કરવો ક્રૂરતા છે.
ભારત અને ચીન વચ્ચે એક સમજૂતી થઈ હતી જે મુજબ વિવાદિત વિસ્તારમાં કોઈ પણ પ્રકારનાં હથિયારો લઈ જવા પર મનાઈ છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો